Table of Contents
ભારે ડમ્બલ્સ સાથે કસરત કરી રહ્યો હતો યુવક
ટ્વીટર એકાઉન્ટ @AwardsDarwin_ પર ધણીવાર વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે એક જીમનો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ જીમની અંદર કસરત કરી રહ્યો છે. પરંતુ તેની સાથે એક દુઃખદ અકસ્માત થઈ જાય છે. જીમમાં કેટલાય મશીનો અને એવી વસ્તુઓ હોય છે, જે બોડી બિલ્ડિંગ માટે ઘણી અસરકારક છે પરંતુ જો તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ ન થાય તો અકસ્માતો પણ થઈ શકે છે.
— The Darwin Awards (@AwardsDarwin_) September 18, 2022
જીમ બોલ ફાટતા થયો અકસ્માત
વીડિયોમાં એક યુવક જીમ બોલ પર કસરત કરતો દેખાયો યુવક પડીને ભારે ડમ્બેલ્સથી કસરત કરતો દેખાઈ રહ્યો છે. તેણે તેના જમણાં હાથમાં ડમ્બેલ્સ પકડ્યુ છે અને બોલ પર તેની પીઠ ટકાવીને પડેલો છે. આ કસરતમાં સંતુલન પણ બને છે. પરંતુ યુવકે એક ભૂલ કરી દીધી. તે તેનો સંપૂર્ણ વજન બોલ પર નાખીને એક જ સ્થિતિમાં રોકાઈ ગયો જેના કારણે બોલ ફાટી ગયો અને તે જમીન પર પડી ગયો. જમીન પર પડવાથી ડમ્બેલ્સ સીધુ જ તેના હાથ પર પડ્યુ જેનાથી તેને ઘણી ઈજા થઈ. વીડિયોના અંતમાં તે વ્યથામાં પણ દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃવિશાળ અજગર સાથે રમતી જોવા મળી બાળકી, વાયરલ વીડિયો જોઈને ચોંકી ઉઠશો
વીડિયો પર લોકોએ આપ્યા પ્રતિભાવો
આ વીડિયોને 2 લાખથી પણ વધારો લોકોએ નિહાળ્યો છે, જો કે કેટલાય લોકોએ ટિપ્પણીઓ કરીને તેમની પ્રતિક્રિયા પણ આપી છે. એક વ્યક્તિએ પૂછ્યુ કે યુવક આવી હરકત કેમ કરી રહ્યો હતો. એક એ કહ્યુ કે, તેને જોઈને જ એવુ લાગી રહ્યુ છે કે તેને ઘણી ઈજાઓ થઈ હશે. એક વ્યક્તિએ કહ્યુ કે, એવુ લાગી રહ્યુ છે કે, યુવકના હાથનું હાડકું ભાગી ગયુ છે. જ્યારે એક એ કહ્યુ કે, જીમ બોલ પર તેને દયા આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Twitter, Video goes viral, Video viral