two lionesses with two lion cubs were caught on camera jap dr – News18 Gujarati


Ashish Parmar, Junagadh: જૂનાગઢમાં ફરી એક વખત સિંહ પરિવાર શહેરની મુલાકાતે આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં બે સિંહણ પોતાના બે સિંહબાળ સાથે ભવનાથના રસ્તા ઉપર જોવા મળી હતી. એક જ મહિનામાં આ ત્રીજો કિસ્સો છે કે સિંહ પરિવાર રસ્તા પર હોય. થોડા દિવસો પહેલા શહેરની ગાંધીગ્રામ સોસાયટીમાં પણ સિંહ જોવા મળ્યા હતા. અને ઠીક તેના બીજા દિવસે રાત્રે ત્રણ વાગ્યાના સમય જૂનાગઢના પ્રવેશદ્વાર એટલે કે બીલખા રોડ પર ચાર સિંહ જોવા મળ્યા હતા. ગત મોડી રાત્રે પણ ભવનાથ વિસ્તારમાં બે સિંહણ પોતાના બે બચ્ચા સાથે જોવા મળી હતી. અને સિંહ પરિવાર જે રસ્તા પરથી પસાર થયો ત્યાં હાલમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, તેથી સિંહ બાળ પર પણ જીવનું જોખમ હોય તેવું નજરે પડ્યું હતું

હાલમાં વનકર્મીઓની ચાલી રહી છે હડતાલ

હાલમાં વનકર્મીઓની હડતાલ ચાલી રહી છે જેથી જંગલમાંથી સિંહ પરિવાર બહાર આવતો હોય તેવી ઘટનાઓ વધી છે છેલ્લા ઘણા સમયથી આ ઘટના જુજ બની ગઈ હતી કે સિંહ પરિવાર રસ્તા પર જોવા મળે પરંતુ એક જ મહિનામાં આ ત્રીજી ઘટના છે કે જેમાં સિંહ પરિવાર શહેરમાં જોવા મળ્યો હોય.

આ પણ વાંચો: સિંહોની સુરક્ષા કરતા SRPFના જવાનો થાક્યા ,આવા મેસેજ થયા વાયરલ

સિંહ પરિવાર જ્યાંથી પસાર થયો ત્યાં ગટરનું કામ ચાલુ

ઉલ્લેખનીય છે કે સિંહ પરિવાર જ્યાંથી પસાર થયો તે જગ્યાએ ગટરનું કામ ચાલી રહ્યું છે દામોદર કુંડથી અશોક શિલાલેખ તરફ જતા જે રસ્તો છે તે હાલમાં ખોદાયેલો છે. કારણ કે ત્યાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે રાત્રિના સમયે આ સિંહ પરિવાર તે જ રસ્તા પરથી પસાર થયો છે. જો સિંહ બાળ આ ખાડામાં પડી જાત તો મુશ્કેલી સર્જાત કારણ કે સરળતાથી સિંહ બાળ આ ખાડામાંથી નીકળી શકે તેવી પરિસ્થિતિ ન થાય. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ તેવા પર સવાલો ઉઠી રહ્યા છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Asiatic Lion, Gir Lion, Junagadh news, Junagadh Samachar, સિંહ, સિંહણ



Source link

Leave a Comment