ચૌધરી અલ્પાબેન અને તેમની દીકરી ભવ્યા બંનેએ ભેગા મળીને આ લારી ચલાવે છે. શરૂઆતમાં તેઓ ફેંકી અને દાબેલીની લારી ચલાવતા હતા. પરંતુ તેમાં કંઈ કમાણી ન થતા તેઓને નુકસાની થતી હતી. આજે તેમણે કોઈ વડાપાવ બનાવવાની સલાહ આપી. અલ્પાબેનના મિત્ર કહી શકાય કે ભવ્યાના માસી જેમણે પણ આ સલાહ આપી છે તે અત્યારે તેમના માટે ખૂબ જ સફળ કારગત નીવડી છે. ઉલ્ટા વડાપાવ યુવતીઓના મનમાં વસી ગયા છે, વારંવાર તેઓ અહીં આવવા માંગે છે. ગ્રાહકો કહે છે કે તેમણે આવી વસ્તુ ક્યારેય પહેલાં નહોતી ખાધી આનો સ્વાદ ખુબ જબરદસ્ત આવે છે.વડાપાવ બનાવતી વખતે તેનો માત્ર સ્વાદ જ નહીં પરંતુ તેની આસપાસની ચોખ્ખાઈ પણ મહત્વની છે. એક સાફ સુથરી જગ્યા પરથી બનેલું ભોજન એ સારું જ હોય છે આરોગ્યપ્રદ રહે છે.
માતાને મદદ કરવા માટે ભવ્યા 10 ધોરણ ભણી અને તે સ્કૂલમાં રોજ જતી હતી. પછી અગિયારમા ધોરણ થી તેણે ઘરે બેસીને પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. કોમર્સમાં ભણતી ભવ્યા હવે માત્ર ટ્યૂશન જાય છે અને સાંજે માતા ને મદદ કરવા માટે આવે છે. બેન્કિંગ લાઈનમાં એક સારી પોસ્ટ ઉપર નોકરી કરવાની ભવ્યાની ઈચ્છા છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat news, Surat Samachar