કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહે નિવેદન આપતા અરવિંદ કેજરીવાલને મનોરોગી સાથે સરખાવ્યા હતા. માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમમા હાજર રહેલા દેવુસિંહ ચૌહાણે આપ દ્વારા જાહેર કરાયેલી ગેરંટી મુદ્દે પણ પ્રહાર કર્યા હતા. કેજરીવાલ દ્વારા આપની સરકાર બનવા મુદ્દે આપેલા નિવેદન પર વળતો પ્રહાર કરતા કેજરીવાલની મનોદશા બગડી છે અને તેઓ મનોરોગીની જેમ દિવાસ્વપ્નો જોતા હોવાનુ જણાવ્યુ હતું.
વધુમા તેમણે જણાવ્યુ કે વિધાનસભા ચૂંટણી પુરી થશે એટલે બધી બાબતોનો અંત આવી જવાનુ જણાવી ચૂંટણીમા ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉપરાંત કેજરીવાલ મુખ્યમંત્રી પદની ગરિમા પણ જાળવી ન શક્યા હોવાનો આક્ષેપ કર્યો. દેવુસિંહ દ્વારા આપવામા આવેલા નિવેદનથી આવનારા સમયમા ભાજપ-આપ વચ્ચે રાજકીય યુદ્ધ તેજ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો- મેઘાણીનગરમાં હત્યાનો બીજો બનાવ, સ્કૂલની સામે ગરબા જોવા ઉભેલા યુવકને મળ્યું મોત
ઉલ્લેખનિય છે કે ગઇ કાલે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીની ઉપસ્થિતિમાં “હેલો કમલ શક્તિ” સંવાદ બહેનો સાથે, સુચન બહેનોના કાર્યક્રમનું લોન્ચિંગ કરી દિલ્હીથી આવતા સપનાઓના સોદાગર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, માત્ર કાર્ડ વહેંચવાથી કે રૂપિયાનો લોભ લાલચ આપીને કાર્યકર્તાઓને ખરિદવાથી ગુજરાતનો નાગરિક ભ્રમિત થશે નહી. કાર્યકર્તાના નિર્માણમાં પેઢીઓ નિકળી જતી હોય છે પૈસાથી ખરીદેલ વ્યક્તિ ક્યારેય કાર્યકર ન બની શકે.
આ પણ વાંચો- પોતાના સ્માર્ટફોનમાં 5G નેટવર્ક વાપરવા માગો છો? એરટેલ, jio, viના વપરાશકર્તાઓ આ સ્ટેપને ફોલો કરે
સ્મૃતિ ઇરાનીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, દિલ્હીથી વ્યકિતઓ ગુજરાતમાં એક રાજકીય પક્ષ તરીકે ચૂંટણી લડવા નહી પરંતુ ચૂંટણીની રમત રમવા વારંવાર આવી રહ્યા છે. ગુજરાત ભાજપમાં રાજનીતીના સંસ્કાર રહેલા છે. ગુજરાતમાં ક્યારેય કાર્યકર્તાઓ વેચાવાના નથી. જ્યારે દિલ્હીથી આવનાર પાર્ટીના સંસ્કાર માત્ર ને માત્ર પૈસા આપીને પોતાની જાહેરાત થકી પ્રસિદ્ધિ કરવાના રહ્યા છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી માટે ગુજરાતીઓના દીલમાં જે જગ્યા છે તે ક્યારેય પણ કોઇનાય દ્વારા ખરીદી શકાશે નહી.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર