આ જ્યુસ પીવા લોકોને લાઈનમાં ઉભુ રેહવુ પડે છે. વિદ્યાનગરમાં સવારમાંમાં સ્ટુડન્ટ હોય કે જીમ્ પ્રેમી આ જ્યુસ પીવા અહીંયા આવે છે અને પ્રોટીન મેળવી શરિરમાં તાજગીનો અનુભવ કરતા હોય છે. વિદ્યાનગરમાં રેહતાં મેહુલ પટેલે વિદ્યાર્થીએ જણાવ્યું કે અહીંયા તેઓ રોજ સવારમાં આવીને જ્યુસ પીવે છે અને આ જ્યુસ માત્ર 30 રૂપિયા જેવા નજીવા ભાવે મળે છે અને બધી શાકભાજીમાં લઈને કંઈ પ્રોટીન હોવાના કારણે આમા રહેલા પ્રોટીન મળી રહે છે. આ જ્યુસ બનવાની પણ એક અનોખી રીત છે. જેમાં બધા શક ભાજીને મિક્ષર મશીન વડે નાખી તેનો રસ કાઢવામાં આવે છે અને એમાં થોડો નમકીન મસાલો નાખી તેને ટેસ્ટફૂલ બનાવમાં આવે છે આ જ્યુસ તમે ઘરે પણ બનાવી શકો છો અને તેની મજા માણી શકો છો.
જાણો શું છે આ જ્યુસની ખાસિયતઆ જ્યુસ આમળા,અદ્રક,લીંબુ,પાલક, ફુદીના ,હળદર ,અને ધાણા, ગાજર, બીટ, વગેરે નો ઉપયોગ કરી ડાયરેક્ટ મિક્ષર મશીન વડે જ્યુસ બનાવી વેપારી વેપાર કરે છે. આ જ્યુસને મિશ્ર વેજીટેબલ જ્યુસ પણ કેહવાય છે જેમાં પ્રોટીન અને કેલેરી ભરપૂર મળી રહે છે.
આ દુકાનનું નામ પાવાગઢ મિક્ષ ફ્રૂટ ડીશ રાખવામાં આવ્યું છે અને આ વ્યવસાય કરતા માલિક મૂળ રેગવશી ઉતરપ્રદેશના છે જેવો દર વર્ષે વિદ્યાનગરમાં આવે છે અને વ્યવસાય કરે છે આજે તેવો આ અનોખા વેજીટેબલ મિક્ષ જ્યુસથી સારી આવક પણ મેળવી રહ્યા છે. આ દુકાન પર લોકો રોજ આવતા હોવાથી અહીંયા રોજના 500થી વધારે ગ્લાસ વેચાઈ જાય છે અને આમ લોકોને સારું જ્યુસ મળી જાય છે અને દુકાન માલિકને આવક થઈ જાય છે.
તમારા શહેરમાંથી (આણંદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર