ત્યાં જ સુમુલના ચેરમેન માનસિંહ પટેલે કહ્યું હતું કે, તમામ શહેરીજનોને જણાવવાનું કે સુમુલ ડેરી દ્રારા તમામ એરિયામાં રાબેતા મુજબ દૂધ આવશે. અનિચ્છય તત્વો સામે પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ તમામ એરિયામાં જશે જેની નોંધ લેવા વિનંતી છે.
આ પણ વાંચો- મહિસાગરમાં અનૈતિક સંબંધમાં પુત્રની હત્યા
સુરતમાં માલધારી સમાજના ગુરુ ગાદીનું નિવેદન
સુરતના માલધારી સમાજના ગુરૂ ગાદી વડવાળા ધામના કનિરામ બાપુએ તમામ માલધારી સમાજના લોકોને કોઈ ઘર્ષણ ઉભું થાય તેવું ના કરવા અપીલ કરી હતી. તમારા ગ્રહાકોને બંધ રાખવા માટે અપીલ કરી હતી. કોઈ ડેરી કે કોઈ પ્લાન્ટમાં કે ટેમ્પો કે ગાડી ના રોકવા અપીલ કરી હતી.
આ પણ વાંચો- ગુજરાતના રણસંગ્રામમાં ઓવૈસી ફેક્ટરનું ગણિત
બીજી તરફ સુરતમાં માલધારી સમાજના આંદોલનના નામે અસમાજિકતત્વો બેફામ બન્યા હતા અને સુમુલ ડેરીની બહાર દૂધની ગાડી રોકી અંદર ભરેલા દૂધને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ કેટલાક અસામાજીક તત્વોએ કેટલીક દૂધની થેલીઓ હવામાં ઉડાવી હતી. દરમિયાન કેટલાક દૂધના વહાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દૂધની ગાડીના કાંચ તોડી નાંખામાં આવ્યા હતા. દૂધના કેરેટ રસ્તામાં ફેંકી દેવામાં આવ્યા હતા. જોકે માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર