હાલમાં, ઉર્ફી જાવેદે પોતાના ઓફિશયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શરે કરી છે. જેના દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે કે તેણી ક્યારેય યૂએઈ એટલે કે અરબ દેશોમાં યાત્રા નહીં કરી શકે. ત્યાં તેણીની ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એવું એ માટે છે કારણકે દેશમાં એક નિયમ છે, જેના અનુસાર પાસપોર્ટમાં મેન્શન સિંગલ નામવાળા ભારતીયો (જેણે સરનેમ નથી લગાવી)ની અરબમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. ઉર્ફીના પાસપોર્ટ પર પણ ફક્ત સિંગલ નામ છે.
આ પણ વાંચોઃ Rakhi Sawant Net Worth: કરોડાની માલકિન છે ડ્રામા ક્વિન રાખી સાવંત, જાણો ક્યાંથી આવે છે તેની પાસે આટલા પૈસા
ઉર્ફીએ આપી જાણકારી
ઉર્ફી જાવેદે આ ઈન્સ્ટા સ્ટોરી શેર કરતાની સાથે લખ્યુ, ‘તો મારુ ઓફિશિયલ નામ હવે ફક્ત UORFI છે, કોઈ અટક નથી, મારી તો લાગી ગઈ.’ જણાવી દઈએ કે, ઉર્ફીએ પોતાના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યો છે. ઉર્ફીએ પોતાના નામનો સ્પેલિંગ ‘URFI’ થી ‘UORFI’ કરી નાખ્યુ છે. તેણીએ પોતાનું નામ ના ફક્ત સોશિયલ મીડિયા સાઈટ્સ પર પણ સરકારી દસ્તાવેજોમાંથી પણ બદલાવી દીધું છે અને ઉર્ફીએ પોતાની અટક જાવેદનો પણ ઉલ્લેખ નથી કર્યો. આ કારણે તેણી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
આ પણ વાંચોઃ આલિયા ભટ્ટે શેર કરી દીકરીની સૌ પ્રથમ તસવીર, નામ રાખ્યુ રાહા, લખી મમતાસભર ઈમોશનલ પોસ્ટ
શું છે યૂએઈનો નિયમ?
જણાવી દઈએ કે યૂએઈએ પોતોનો આ નવો નિયમ તે ભારતીયો માટે લાવ્યા છે, જે વિઝિટિંગ વિઝા, વિઝા ઑન અરાઇવલ અથવા ટેમ્પોરેરી વિઝા લઈને દેશમાં એન્ટ્રી લે છે. એટલે કે આ નિયમ તે લોકો માટે છે જે થોડા સમય માટે એટલે ફક્ત ફરવા માટે અરબ દેશોમાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, UAE, Urfi Javed controversy, મનોરંજન