આચાર્ય ચાણક્યએ પતિ-પત્ની અને વિવાહિત જીવન અંગે પણ ઘણા વિચારો (Chanakya Niti on Husband-Wife Relation) વર્ણવ્યા છે. તેમણે કહ્યું છે કે ગૃહસ્થ જીવનમાં સુખ ત્યારે જ આવશે જ્યારે પતિ-પત્ની બંને એકબીજા સાથે ખુશ હશે. આ માટે બન્નેએ સંતુષ્ટ રહેવું ખૂબ જરૂરી છે. આ માટે પત્નીએ પતિની કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો પતિ પોતાની પત્ની પાસે અમુક વસ્તુઓની માંગ કરે છે, તો પત્નીએ તેને વિના સંકોચે પૂરી કરવી જોઈએ. તો ચાલો જાણીએ કઇ છે આ માંગો.
આ પણ વાંચોઃ Bride Griha Pravesh: લગ્ન બાદ આ રીતે કરો નવવધુનું ગૃહપ્રવેશ, ઘરમાં હંમેશા રહેશે સુખ-શાંતિ
Table of Contents
પ્રેમની ઇચ્છાને કરે પૂર્ણ
પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. ઘણી વખત તમે ધ્યાન ન આપો ત્યારે સંબંધોમાં તિરાડ પડી જાય છે. આ સ્થિતિમાં પત્નીએ તેના પતિ પર ધ્યાન આપવું જોઇએ. જો પતિ-પત્નીમાં પરસ્પર પ્રેમ ન હોય, તો વારંવાર ઝઘડા થવાની સ્થિતિ સર્જાય છે. માટે પત્નીએ હંમેશા પોતાના પતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો જોઈએ. સંબંધોમાં કોઈ સમસ્યા ન આવે તે માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ. એટલે જો પતિને પ્રેમ જોઈતો હોય તો પત્નીનું કર્તવ્ય છે કે તે તેને પ્રેમથી સંતોષે.
પતિની ખુશીઓનું રાખો ધ્યાન
પતિના તમામ સુખ-દુઃખનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પત્નીની ફરજ છે કે તે પતિની બધી બાબતોનું ધ્યાન રાખે. માટે જો પતિ ક્યારેય પણ ઉદાસ રહે તો તેને સમજાવવો જોઈએ. નાની-નાની વાતોમાં સુખ શોધવાનો પ્રયત્ન કરો. જો સંબંધ તૂટતો હોય તો આચાર્યની નીતિ અપનાવો અને પતિના દુ:ખનું કારણ શોધીને તેને દૂર કરો. તમારા પતિને ખુશ રાખવા માટે તમામ પ્રયત્નો કરો.
આ પણ વાંચોઃ Margashirsha Purnima 2022: ક્યારે છે માર્ગશીર્ષ પૂર્ણિમા? જાણો તિથિ અને આ દિવસે ચંદ્રમા પૂજાનું મહત્વ
પતિ-પત્ની વચ્ચે હોવો જોઇએ પ્રેમ
આચાર્ય ચાણક્ય કહે છે કે સુખી દાંપત્યજીવન માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોવો ખૂબ જરૂરી છે. જો તેમની વચ્ચે પ્રેમ ન હોય તો તેમનો પરિવાર સૂકા પાંદડાની જેમ વિખેરાઇ જાય છે. સાથે જ જે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય છે, તેમનું ઘર સ્વર્ગ સમાન બની જાય છે. જો પતિ ડિપ્રેશનમાં હોય અને પ્રેમની ઈચ્છા રાખતો હોય તો એનો અર્થ એ નથી કે પત્ની પીછેહઠ કરી જાય, પણ પતિ પાસેથી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તેને શું જોઈએ છે.
જો તમે તમારા પતિને ખુશ રાખશો, તો પછી દુ:ખ તમારા ઘર પર ક્યારેય પગ મૂકશે નહીં. આ પ્રેમથી પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો પણ ખતમ થઈ જાય છે. પ્રેમ બંનેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
આ પણ વાંચોઃ મૃત્યુ બાદ વ્યક્તિના શરીરને કેમ એકલું નથી મુકતા? જાણો કઈ વાતનો હોય છે ડર
તેનાથી પતિ-પત્નીના સંબંધો ગાઢ બને છે, તેમનું ઘર ધીમે ધીમે ખુશીઓથી ભરાય જાય છે. તેથી હવે પછી જ્યારે પતિ તમને પ્રેમની અપેક્ષા કરે ત્યારે તેને નિરાશ ના થવા દો અને તેને સંપૂર્ણ સંતોષ આપો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Chanakya Niti, Husband Wife Relation, ચાણક્ય નીતિ, પતિ-પત્ની