Users furious over Sajid Khan entry in Bigg Boss


મુંબઈ: સલમાન ખાનના શો બિગ બોસમાં આ વખતે 14 નહિં પરંતુ 16 કન્ટેસ્ટન્ટ્સે એન્ટ્રી કરી છે. આ લિસ્ટમાં ટીના દત્તા, સૃજિતા ડે, નિમ્રત કૌર અહલૂવાલિયા, પ્રિયંકા ચહર ચૌધરી, અંકિતા ગુપ્તા, સુમ્બુલ તૌકરી ખાન, ગૌતમ વિગ અને શાલીન ભનોટ જેવા સ્ટાર્સનું નામ સામેલ છે. આ સિવાય બિગ બોસ હાઉસમાં આવીને સાજિદ ખાને બધાને સરપ્રાઈસ કર્યા હતા. સાજિદ ખાને આ વખતે બધાને ચોંકાવી દીધા છે. સાજિદ ખાનની એન્ટ્રી પછી સોશિયલ મીડિયા પર એક વખત ફરી #MeToo મુવમેન્ટની ચર્ચા થઈ રહી છે.

વિવાદોમાં આવ્યું બિગ બોસ


દરેકને ખ્યાલ છે કે બિગ બોસ એક કોન્ટ્રોવર્શિયલ શો છે. શોને લઈને દર વર્ષે ઘણા વિવાદ થતા રહે છે. જોકે એ વાતનો ખ્યાલ નહોતો કે ગ્રેન્ડ પ્રીમયર પછીથી આ શો વિવાદોમાં આવી જશે. બિગ બોસ શોમાં સાજિદ ખાનની એન્ટ્રીને લઈને નારાજગી છે. તે પછીથી સોશિયલ મીડિયા પર #MeToo ટ્રેન્ડ થવા લાગ્યું છે. સાજિદ 2018માં તે સમયે મુશ્કેલીથી ઘેરાયા હતા, જ્યારે તેમનું નામ મીટૂ આંદોલનમાં આમે આવ્યું હતું.

આ પણ વાંચો: બિગ બોસ 16: રિયલમાં ઘણી બોલ્ડ છે પવનસિંહની હિરોઇન, બિગ બોસમાં વિખેરશે હુશ્નના જલવા

બોલીવુડના સફળ ડાયરેક્ટર્સમાંથી એક સાજિદ ખાન પર સલોની ચોપડા, શર્લિન ચોપડા, અહાના કુમરા અને મંદાના કરીમી જેવી 9 એક્ટ્રેસે #MeToo અંતર્ગત આરોપ લગાવ્યો હતો. મીટુમાં નામ બહાર આવ્યા પછી સાજિદ ખાન ઈન્ડસ્ટ્રીથી એકદમ જ ગાયબ થઈ ગયા હતા. દર્શકોનું માનવું છે કે મીટુ આરોપીને તમે શો પર કઈ રીતે લઈ શકો છો. જે ડાયરેક્ટરે આટલી બધી એક્ટ્રેસની સાથે ખરાબ કર્યું તેને હવે બિગ બોસમાં શાં માટે તક અપાઈ રહી છે.

કાશ્મીરા શાહે કર્યું ટ્વિટ

કાશ્મીરા શાહ બિગ બોસની ફેન છે. તે દર વર્ષે શોને ખૂબ જ નજીકથી ફોલો કરે છે. બિગ બોસનું ગ્રાન્ડ પ્રીમિયર જોયા પછી તેણે એક ટ્વિટ કર્યું. આ ટ્વિટમાં સાજિદની પ્રશંસા કરતા તેણે કહ્યું હાલ વૂટ પર બિગ બોસ જોવા મળ્યું. કેટલાક કન્ટેસ્ટન્ટ્સ કમાલના છે. સાજિદ ખાનની સચ્ચાઈએ મારું દિલ જીતી લીધું. તેમની બહેન ફરાહે તેને ઘણી સાચી એડવાઈસ આપ છે. તેમને ટીવી પર જોવા માટે હું ઉત્સુક છું.

Published by:Vrushank Shukla

First published:

Tags: Big Boss, Bigg Boss 15, Sajid-khan





Source link

Leave a Comment