વાપી જીઆઇડીસીના થર્ડ ફેસમાં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. કંપનીમાં કામ ચાલી રહ્યું હતું એ વખતે જ આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. અને કામદારો બહાર દોડી આવ્યા હતા.
આગની ચપેટમાં આવી આખી કંપની
કંપનીના એક ભાગમાં લાગેલી આગે થોડી જ વારમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું . અને થોડી જ વારમાં આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન અને જીઆઇડીસી ના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા.
જોકે, આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઈટરોના મદદની જરૂર પડી હતી.. આથી વાપી જીઆઇડીસી ટાઉન સહિત આસપાસના વિસ્તારના ફાયર બ્રિગેડ ની ટીમોને પણ બોલાવવામાં આવી હતી. આમ 8થી વધુ ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતો.
અન્ય કંપનીના મજૂરોને પણ ખસેડાયા સલામાત સ્થળે
મહત્વપૂર્ણ છે કે જે કંપનીમાં આગ લાગી હતીએ કંપનીની આજુબાજુ અન્ય કંપનીઓ પણ આવેલી હોવાથી આગ વધારે નુકશાન ના કરે તેથી સાવધાનીના ભાગરૂપે બાજુની કંપનીઓના કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: BRTS બસમાં આગ લાગતા અફરાતફરી, મેમનગર પાસેનો બનાવ
કેમિકલમાં કંપનીમાં આગ લાગી હોવાથી આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટરોની ટીમોએ ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જણાવી દઈએ કે કલાકોની મહેનત પછી આગ પર કંટ્રોલ કરવામાં આવ્યો હતો. સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની ના અહેવાલ નથી, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ છે. બનાવની જાણ થતા જ વાપી જીઆઇડીસી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર