Table of Contents
આ દિશામાં લગાવો પાણીના ફુવારાની તસવીર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પાણીના ફુવારાની તસવીર તમે ઘરમાં ઉચ્ચ દિશામાં લગાવો છો તો હંમેશા સૌભાગ્ય બની રહે છે. પાણીના ફુવારાની તસવીર તમારે ઘરમાં ઉત્તર કે દક્ષિણ દિશામાં લગાવવી જોઇએ. આનાથી તમારા ઘરમાં સુખ-સમુદ્ધિ વધે છે અને સાથે ઘરમાં કલેશ પણ થતો નથી.
આ પણ વાંચો: ઘરમાં+ઓફિસમાં આ જગ્યા પર મૂકો તિજોરી
બાલકનીમાં લગાવો ઝરણાંની તસવીર
તમે તમારી બાલકનીમાં આ તસવીર લગાવો છો તો સૌથી બેસ્ટ છે. તમે ફાઉન્ટેન, કોઇ પણ વોટર પીસ તેમજ કોઇ પણ પાણી સાથે જોડાયેલી તસવીર તમે બાલકનીમાં લગાવો છો તો તમારો પરિવાર હંમેશા ખુશમાં રહે છે. આ તસવીર લગાવવાથી તમારા ધંધામાં પણ સફળતા મળે છે. બાલકનીમાં લગાવેલી આ તસવીરથી હંમેશા ઘરની તિજોરી પૈસાથી ભરેલી રહે છે.
માટીના વાસણમાં પાણી ભરીને રાખો
વાસ્તુ અનુસાર માટીના વાસણમાં પાણી પીવું શુભ માનવામાં આવે છે. આ માટે તમે ઘરમાં માટીના વાસણમાં પાણી ભરો અને પછી એને દક્ષિણ દિશામાં મુકો. આમ કરવાથી તમારા ઘરમાં ક્યારે પણ પૈસાની તકલીફ પડતી નથી.
આ પણ વાંચો: હળદરના આ ઉપાયોથી દૂર થશે તમામ વિઘ્નો
ઘરના બગીચામાં લગાવો વોટરફોલ
તમે તમારા ઘરના બગીચામાં વોટરફોલની તસવીર લગાવો. ઘરના બગીચામાં વોટરફોલની તસવીર એ રીતે લગાવો જેમાં પાણીનો ધોધ બાહ્ય બાજુમાં હોય. આનાથી તમારા ઘરમાં સુખ-સમુદ્ધિ બની રહે છે અને સાથે તમારી અનેક ઇચ્છાઓ પૂરી થાય છે. વાસ્તુ અનુસાર તમે ઘરમાં આ રીતની તસવીર લગાવો છો તો તમારી અનેક મુશ્કેલીઓનો અંત આવે છે અને તમારો પરિવાર હેપ્પી લાઇફ જીવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Waterfall, ધર્મ ભક્તિ, વાસ્તુ ટિપ્સ