ગાંધીનગરમાં યોજાનાર આ કાર્યક્રમ ગુજરાતનો સૌથી મોટો વીરાંજલિ કાર્યક્રમ છે. શહીદોના સ્મરણાર્થે વીરાંજલિ કાર્યક્રમમાં સાંઈરામ દવે સહિત 100થી વધુ કલાકોરો પ્રસ્તુત કરશે. આ કાર્યક્રમ ગુજરાતના મુખ્ય શહેરોમાં યોજાય છે. જેમાં મલ્ટી મીડિયા શૉ, મેગા મ્યુઝિકલ ડ્રામા તેમજ સુપ્રસિદ્ધ કલાકાર સાંઇરામ દવે દ્વારા શહીદોને શાબ્દિક વીરાંજલિ આપવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમમાં તમામ નગરજનોને ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તારીખ 20 સપ્ટેમ્બર 2022 મંગળવારે સાંજે 8 કલાકે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પાસ વિનામૂલ્યે મળશે. ગાંધીનગરમાં 1. ભૈરવનાથ પાર્ટી પ્લોટ, BAPS સ્કૂલ પાસે રાયસણ 2. શ્રી અંબિકા રેસિડેન્સી, શારદા રેસિડેન્સી પાછળ, કેશવ પાર્કની બાજુમાં, વાવોલ 3. શ્રી ઉમા રિયલ એસ્ટેટ, દુકાન નંબર-08, પ્રમુખ પેસિફિક, સૂર્યા સર્કલ નજીક સરગાસણ 4. જય અંબે પાન પાર્લર, સેક્ટર-21 (શાક માર્કેટ)
આ પણ વાંચો: પાટનગરમાં બે દિવસીય મેયર પરિષદ યોજાશે; દેશમાંથી 140થી વધુ મેયર અને ડે.મેયર આવશે
5. શ્રી રામ ઓપ્ટિકલ, સૌરાષ્ટ્ર ફરસાણની બાજુમાં, ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર, સેક્ટર-21, 6. રોશની પાન પાર્લર, શાલીન કોમ્પલેક્ષ, સેક્ટર-11, 7. જે.બી. પ્રિન્ટોરિયમ 2, 105- શ્યામ શુકન રેસિડેન્સી, ભાઇજીપુરા પાટિયા પાસે, PDPU રોડ, કુડાસણ, 8. શ્રી ઉમા રીયલ એસ્ટેટ, એ-11 રાધે સિગ્નેચર, સહજાનંદ સિટી સામે, સરદાર ચોક, કુડાસણ, 9. પટેલ આઇસક્રીમ પાર્લર, સેક્ટર-24, ચાર રસ્તા આ સ્થળ પરથી વિનામૂલ્યે મળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gandhinagar News, Martyred, Program