Veteran player objects to Harshal Patels selection in T20 World Cup team – News18 Gujarati


T-20 World Cup 2022: ટી-20 વર્લ્ડકપ 2022નો પ્રારંભ થવામાં હવે વધુ સમય બાકી નથી. આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાશે. તમામ ટીમ તેની તૈયારીમાં લાગેલી છે. ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન સતત ખરાબ થઇ રહ્યુ છે. એવામાં ટીમ મેનેજમેન્ટની ચિંતા પણ વધી રહી છે. હર્ષલ પટેલે ઇજામાંથી વાપસી કરી લીધી છે પરંતુ અત્યારે તેની બોલિંગમાં ધાર જોવા નથી મળી. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે હર્ષલ પટેલના ટી-20 વર્લ્ડકપ ટીમમાં પસંદ થવા પર સવાલ ઉભા કર્યા છે.

હર્ષલ પટેલની પસંદગી પર ઉઠ્યા પ્રશ્ન

સંજય માંજરેકરે કહ્યુ, હર્ષલ પટેલ એવો ખેલાડી છે, જેને હવે અમે કેટલાક વર્ષથી રમતા જોઇ રહ્યા છીએ. અમે તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ રમતા જોઇ ચુક્યા છીએ, તે એવો બોલર છે જે પિચ ડ્રાઇ થવા પર તેનો ફાયદો ઉઠાવે છે, જ્યા તેની સ્લોઅર બોલ વધુ સ્લો બની જાય છે અને તેને કારણે રમવુ મુશ્કેલ બની જાય છે. ગત વખતે તેની સ્લોઅર બોલની સ્પીડ 120 કિમી પ્રતિ કલાક હતી. તો એવામાં આ સ્પીડમાં મોટો ડ્રૉપ નથી.

આ પણ વાંચો: જે રમતમાં14 વર્ષની ઉંમરે જીત્યો હતો ગોલ્ડ મેડલ… 24 વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયને એ જ રમતની પ્રેક્ટિસમાં ગુમાવ્યો જીવ

સંજય માંજરેકરે કહ્યુ, જો પિચ ફ્લેટ હોય છે તો આ હર્ષલ પટેલ માટે ચિંતાની વાત હશે. ઓસ્ટ્રેલિયામાં તમને આવી જ પિચ મળશે તો ભારતને આ વાત પણ મગજમાં રાખવી પડશે. ઓસ્ટ્રેલિયાના હિસાબથી હર્ષલ પટેલની સ્કિલ્સ કેવી છે. હર્ષલ પટેલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સીરિઝ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇજા બાદ વાપસી કરી છે પરંતુ પ્રથમ મેચમાં તે સારૂ પ્રદર્શન કરી શક્યો નહતો.

ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ખેલાડીઓ દ્વારા ધાકડ બેટિંગનું પ્રદર્શન કરતાં મસમોટું ટાર્ગેટ ઉભુ કરી દીધું હતું. જોકે, ભારતીય બોલરોના એકદમ ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાને મેચ ગુમાવવી પડી હતી. તેવામાં ટી-20 વર્લ્ડકપ 2022માં બોલરોની પસંદગીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે મોહમ્મદ શમી કોવિડના સંક્રમણના કારણે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝ રમી શક્યો નહતો, તેની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં એન્ટ્રી આપવામાં આવી હતી પરંતુ તેની પસંદગીને લઈને પણ પ્રશ્ન ઉભા થયા છે.

ક્રિકેટ એક્સપર્ટ અનુસાર, ઉમેશ યાદવ કે હર્ષલ પટેલની જગ્યાએ ટી નટરાજનને તક આપવી જોઈતી હતી.

Published by:mujahid tunvar

First published:

Tags: Cricket News Gujarati, Harshal Patel, Sanjay Manjrekar, Sports news, T20 world cup



Source link

Leave a Comment