એક-એક પૈસો ગણી રહ્યા છે વૃદ્ધ
વાયરલ થઇ રહેલા એક ઇમોશનલ વિડીયોમાં એક વૃદ્ધ પોતાની રોજની કમાણી ગણતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોને ટ્વિટર પર ‘જિંદગી ગુલઝાર હૈ’ નામના યુઝરે શેર કર્યો છે. જેની સાથે કેપ્શન લખ્યું છે, ‘દિવસની કમાણી’. આ નાનકડા વિડીયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ પોતે દિવસભર જે પૈસા કમાયા છે તેની ગણતરી કરી રહ્યા છે. તે એક ઝૂંપડીમાં બેઠા બેઠા નોટો અને સિક્કા ગણતા હતા. વિડીયોનું લોકેશન જાણી શકાયું નથી, પરંતુ સ્પષ્ટ જોઈ શકાય છે કે તે જે ઝુંપડીમાં બેઠા છે અને તે નદીના કિનારે છે. વિડીયોની છેલ્લી સેકન્ડમાં વૃદ્ધને જોશો તો તમને પણ ખબર પડશે કે તેના પૈસા થોડા ઓછા દેખાતા હતા, તેણે પોતાના ખિસ્સા સામે જોયું હતું.
વિડીયો જોઇને લોકો થયા ઇમોશનલ
ટ્વિટર પર અપલોડ કર્યા બાદ આ વિડીયોને 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે કહેવાની જરૂર નથી કે, આ વિડીયોએ લોકોને દરેક પ્રકારની લાગણીઓનો અહેસાસ કરાવ્યો હતો. એક યુઝરે લખ્યું, “અલ્લાહ આવા લોકોની મદદ કરે અને અમારા નેતાઓને માનવ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભાવના આપે.” અન્ય એક યુઝરે પણ ઈમોશનલ સ્ટોરી શેર કરી હતી. યુઝરે લખ્યું હતું કે, ‘થોડા દિવસ પહેલા હું સવારે ઈ-રિક્ષામાં હતો. તે વ્યક્તિની ઉંમર પણ આ માણસ જેટલી જ હતી. મેં તેને 20 રૂપિયાની નોટ આપી તેણે તેના કપાળ પર સ્પર્શ કર્યો અને નોટને ચુંબન કર્યું. હું એટલો ભાવુક થઈ ગયો કે હું તેમની સાથે ભાગ્યે જ વાત કરી શક્યો. આ સામાન્ય બાબતો છે પરંતુ જ્યારે આવી જગ્યાઓની વાત આવે છે ત્યારે હું રડી દવ છું.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amazing Video, Goes viral, Going Viral