વધુમાં વિપુલ ચૌધરીના ICICI બેંકમાં આવેલ એકાઉન્ટ XXXXXXX1650 અને XXXXXXXX1264 માંથી 53,54,953 રૂપિયા વિદેશમાં મોકલવામાં આવ્યા છે તેમજ વિપુલ ચૌધરીના જ આઇડીબીઆઇ બેન્ક એકાઉન્ટ XXXX XXXX XXXX188 માંથી એક કરોડ 01લાખ 38 હજાર ,500 જેટલા રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા છે
વિપુલ ચૌધરીના નામે સાત કંપનીઓ એલએલપી તથા તેઓના પરિવારના સભ્યોમાં તેમની પત્ની ગીતાબેન ચૌધરીના નામે 15 કંપનીઓ એલએલપી તથા તેઓના પુત્ર પવન ચૌધરીના નામે ત્રણ કંપનીઓ એલએલપી તપાસ દરમિયાન સામે આવેલ છે.
વિપુલ ચૌધરી વિરૂદ્ધ તપાસમાં મોટા ખુલાસા
ન્યૂઝ18 ગુજરાતી પર EXCLUSIVE જાણકારી
800 કરોડના કથિત કૌભાંડ પર સૌથી મોટી ખબર
અબજો રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહારના ખુલાસા
PART-2 #Gujarat @dave_janak pic.twitter.com/k5Ur71eFuZ
— News18Gujarati (@News18Guj) September 23, 2022
વિપુલ ચૌધરીના નામે પાંચ તેમના પત્ની ગીતાબેનના નામે દસ તથા દીકરાના નામે 6 બેંક એકાઉન્ટ ઉપરાંત એલએલપીના બેન્ક એકાઉન્ટ ની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો- એન્ડઓવર કારથી અકસ્માત સર્જનાર ડીસમીસ પોલીસકર્મી નીકળ્યો
વિપુલ ચૌધરી ડેરીના હોદ્દેદાર હોવા છતાં તેમની પોતાની ખાનગી પેઢી રાજકમલ પેટ્રોલ એન્ડ ડીઝલ સર્વિસ કંપનીના સાથે વ્યાપારિક સંબંધો રાખી ગુજરાત સહકારી સોસાયટીના નિયમોને નેવે મૂકી દૂધસાગર ડેરીમાંથી 2010 થી 2012 વચ્ચે રાજકમલ પેટ્રોલ ડીઝલ કંપનીના એકાઉન્ટમાં પાસે 20 લાખ રૂપિયા જેટલા નાણા જમા કરાવેલ છે.
વિપુલ ચૌધરી અને તેમના પરિવારના સભ્યોના તથા તેમની કંપનીના કુલ મળી 26 પાનકાર્ડના આઈટીઆર રિટર્ન મળી આવ્યા છે. વિપુલ ચૌધરી ના અલગ અલગ બેંકમાં કુલ પાંચ એકાઉન્ટ છે અને બેન્ક એકાઉન્ટમાં આશરે 100 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હોવાનો ACB નો દાવો કરાયો છે.
આ પણ વાંચો- નવરાત્રીમાં વરસાદ બનશે વિલન, અહીં ભારે વરસાદની આગાહી
વિપુલ ચૌધરી અને તેમના પરિવારના સભ્યોના નામે આશરે 25 જેટલા અલગ અલગ બેંકમાં એકાઉન્ટ તપાસમાં ખુલ્યા છે જે તમામ એકાઉન્ટમાં હશે 250 કરોડના નાણાકીય વ્યવહારો થયેલા છે. વિપુલ ચૌધરીના એચયુએફના આઈડીબીઆઇ બેન્ક ખાતા નંબર XXXX XXXX XXXX557માં વર્ષ 2011-12 માં ફક્ત એક વર્ષમાં જ 4 કરોડ 25 લાખ 82 હજાર 420 ના નાણાકીય વ્યવહારો થયેલા છે, જે પૈકી બે કરોડ 95 લાખ 93 હજાર 220 ના વ્યવહારો વિદેશમાં થયેલા છે.
વિપુલ ચૌધરીના વધુ એક એકાઉન્ટમાંથી આશરે 1.5 કરોડ જેટલી રકમ વિદેશમાં મોકલવામાં આવેલ છે યુએસએના ટેક્સાસ ખાતે તેમના તથા તેમના પરિવારના સભ્યના નામે કરોડો રૂપિયાની કિંમતનો બંગલો ખરીદવામાં આવેલ છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskantha, Banaskantha Crime, Banaskantha News, Vipul chaudhary, ગુજરાત, વિપુલ ચૌધરી