Table of Contents
દુલ્હનનું અનોખું વેડિંગ ફોટોશૂટ
વેડિંગ ફોટોગ્રાફર્સ અવનવાં ગતકડાં કરીને દુલ્હા-દુલ્હન માટે સ્પેશિયલ બની જાય તેવી રીતે ફોટો ક્લિક કરતાં હોય છે. ત્યારે કેરળની એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હને ખાડાંઓથી ભરેલાં રસ્તા પર વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેમણે ચોમાસા દરમિયાન લોકોને ખાડાવાળા રસ્તાને કારણે ખૂબ જ મુશ્કેલી પડે છે તે ધ્યાને રાખીને આ રીતે ફોટોશૂટ કરાવ્યું છે.
આ પણ વાંચોઃ સિગારેટ પીતા શખ્સનો વીડિયો વાયરલ, એક સાથે 15 પી ગયો
4.3 મિલિયન લોકોએ વીડિયો જોયો
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દુલ્હન સોનાના મોંઘા ઘરેણાં સાથે લાલ રંગની સિલ્ક સાડીમાં જોવા મળે છે. તે ખાડાવાળા રસ્તા પર ચાલી રહી છે અને ફોટોગ્રાફર તેનો વીડિયો ઉતારી રહ્યો છે. આ સાથે જ ફોટોગ્રાફર કેટલાંક પોઝ માટે તેને ગાઇડ પણ આપી રહ્યો છે. જુઓ આ વીડિયો અને તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘રસ્તા વચ્ચે દુલ્હનનું ફોટોશૂટ’. આ વીડિયોને અત્યાર સુધીમાં 4.3 મિલિયન લોકોએ જોયો છે અને હજારો લોકોએ આ વીડિયોમાં કોમેન્ટ કરીને રિએક્શન આપ્યું છે.
આ પહેલાં પણ આવી ઘટના બની હતી
જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈએ ખાડાંવાળા રસ્તા પર ફોટોશૂટ કરાવ્યું હોય. ગયા મહિને નાગપુરના એક માણસે યમરાજનો ડ્રેસઅપ કરીને ખાડાંવાળા રોડને કારણે પડતી મુશ્કેલીઓ વિશે જાગૃતતા લાવાની કોશિશ કરી હતી.
ખાડા સામે પ્રાર્થના કરી વ્યક્તિનો વિરોધ કર્યો
કર્ણાટકના ઉડીપીના એક સામાજિક કાર્યકર્તા નિત્યાનંદ વોલાકાડુએ શહેરના ઈન્દ્રાલી બ્રિજ પરના ખાડાઓ માટે પ્રાર્થના કરીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉરુલુ પણ કર્યુ હતુ કે જે એક ધાર્મિક વિધિ છે. તેમાં સામાન્ય રીતે મંદિરોની આસપાસ પ્રદશિણા કરવામાં આવે છે.
ખાડાને લીધે હાઇવે પર એકનું મોત થયું હતું
ગયા મહિને કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના નિયંત્રણ હેઠળના દરેક રસ્તાઓને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે હાલના કન્સેશનરીઓને અથવા નવા કોન્ટ્રાક્ટરોને રસ્તાઓનું સમારકામ કરવા જણાવ્યું હતું. આ આદેશ બાદ નેશનલ હાઇવે પર પડેલા ખાડાને લીધે મૃત્યુ પામનારા એમિક્સ ક્યુરી અંગે પણ જણાવવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Video viral, Wedding Photos