પ્રાપ્ત વિગત મુજબ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રમાં જેમનું ખુબ મોટુ નામ છે અને સમગ્ર દેશમાં જાણીતા સિતારવાદક પંડિત નયન ઘોષ જામનગરની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. તેઓએ શહેરની વિવિધ શાળાઓમાં સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઈન્ડિયન ક્લાસીકલ મ્યુઝિક એન્ડ કલ્ચર એમન્ગસ્ટ યુથ એટલે કે સ્પીકમેક સંસ્થા દ્વારા યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી, તમને જણાવી દઈએ કે સ્પીકમેક એ ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા છે. હાલ આ સંસ્થા દ્વારા જામનગરમાં અનેક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ભારતીય સંસ્કૃતિ અને બાળકોને પાયાનું જ્ઞાન અને માહિતી આપવામાં આવી હતી.
સ્પીકમેક સંસ્થાના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગરમાં યોજાયેલા આ કાર્યક્રમની શૃંખલા લેકડેમ પ્રકારની હતી. લેકડેમ એટલે કે આ કાર્યક્રમમાં ઓડિયન્સને ધ્યાનમાં રાખીને પ્રસ્તુતિ કરવાની હોય છે. જેમાં કલાકાર સૌપ્રથમ પોતાના વાદ્ય અંગે જાણકારી આપે છે. ત્યારબાદ પ્રસ્તુત થનારા રાગ, તાલ સહિતની પ્રસ્તુતિ અંગે માહિતી આપે છે અને તે કઈ રીતે ઉત્પન્ન થાય છે. સૂર-તાલ અંગે માહિતી આપવામાં આવે છે. શહેરમાં વિવિધ છ સંસ્થાઓમાં સિતારવાદક પંડિત નયન ઘોષનાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
તમારા શહેરમાંથી (જામનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર