નવી દિલ્હીઃ કેન્દ્રીય અન્વેષણ બ્યુરોએ સોમવારે ઉત્તર બંગ વિશ્વવિદ્યાલયના કુલપતિ સુબીરેશ ભટ્ટાચાર્યની પશ્ચિમ બંગાળના 2016માં સહાય શિક્ષક ભરતી કૌભાંડ મામલે ધરપકડ કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. પશ્ચિમ બંગાળ કેન્દ્રીય સ્કૂલ સેવા આયોગના પૂર્વ અધ્યક્ષ ભટ્ટાચાર્યને કોલકાતા સીબીઆઈ કાર્યાલયમાં પૂછપરછ કરવા માટે બોલાવ્યા હતા. અધિકારીઓએ કહ્યુ હતુ કે, સહયોગ ન કરવાને કારણે સીબીઆઈએ તેમની ધરપકડ કરી છે.
કોલકાતા હાઇકોર્ટના આદેશથી CBIની તપાસ
ભટ્ટાચાર્ય 2014-18 સુધી આયોગના અધ્યક્ષ હતા. અધિકારીઓએ જણાવ્યુ કે, કોલકાતા ઉચ્ચ ન્યાયાલાયના આદેશથી સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી. તેમની પર આયોગના તત્કાલિન સલાહકાર એસપી સિન્હાએ અન્ય લોકો સાથે મળીને વર્ષ 2016માં આયોગ દ્વારા આયોજિત રાજ્ય સ્તરની પરીક્ષામાં ધોરણ 9 અને 10ના સહાયક શિક્ષકો માટે અયોગ્ય, ગેરસૂચિબદ્ધ અને નીચા રેન્કવાળા ઉમેદવારોને લાભ આપ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CBI investigation, West bengal