પિતૃપક્ષમાં થાય મૃત્યુ તો શું થાય?
તમે વડીલોને ઘણીવાર કહેતા સાંભળ્યા હશે કે પિતૃપક્ષમાં મૃત્યુ પામનારને મોક્ષ મળે છે. શાસ્ત્રોમાં પણ આ વાતને સાચી માનવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા લોકોને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
જે લોકો પિતૃપક્ષમાં મૃત્યુ પામે છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે છે. માન્યતા અનુસાર પિતૃપક્ષના દિવસોમાં કોઈ શુભ કાર્ય ન હોવા છતાં આ દિવસો અશુભ નથી. આ સમયે જે લોકોનું મોત થાય છે તે પરલોકમાં જાય છે, કારણ કે આ સમય દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલ્લા હોય છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં મૃત્યુ પામનાર વ્યક્તિનો આત્મા તેના દિવંગત પરિવારના સભ્યોના આત્મા સાથે જોડાવાનો પ્રયાસ કરે છે. સાથે જ તે પોતાના મૃત પરિવારના સભ્યોના આત્માનો સાથ મેળવીને પોતાની આત્મ ઉન્નતિનો માર્ગ મેળવે છે.
આ પણ વાંચો: પિતૃઓની આત્માની શાંતિ માટે આ 6 જગ્યાઓ પર કરો શ્રાદ્ધ
પિતૃપક્ષ 2022નું મુહૂર્ત
પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ માટે કુતુપ અને રૌહિણ મુહૂર્ત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ બપોરનો સમય પૂરો થયા બાદ શ્રાદ્ધ ન કરવું જોઈએ.
કુતુપ મુહૂર્ત - રાત્રે 11.59 વાગ્યાથી બપોરે 12.49 વાગ્યા સુધી
સમયગાળો: 49 મિનિટ
રૌહિણ મુહૂર્ત - બપોરે 12.49 થી બપોરે 01.38 વાગ્યા સુધી
સમયગાળો: 49 મિનિટ
અપર્ણા મુહૂર્ત – બપોરે 01:38 વાગ્યાથી – બપોરે 04:08 વાગ્યા સુધી
સમયગાળો: 02 કલાક 28 મિનિટ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Pitru paksha, Pitru paksha 2022, Religion