મનુષ્ય આજે ઘણીવાર વસ્તુનો દુરુપયોગ કરતો થઇ જાય છે. જેમાં ખાસ તો ટેક્નોલોજી દ્વારા દિવસેને દિવસે ગુનાઓ થઇ રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ લોકજાગૃતિ આવે એ સંદર્ભે કર્યો થઇ રહ્યા છે. આજે અમે પણ તમને સાઇબર ક્રાઇમ શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તે વિશેની જરૂરી માહિતી આપીશું.
Table of Contents
સાઇબર ક્રાઇમ કોને કહેવાય
સાવ સાદી સરળ ભાષામાં કહીએ તો, જયારે ગુનેગાર લેપટોપ, મોબાઈલ, નેટવર્ક વગેરે ટેક્નોલોજિકલ વસ્તુનો ઉપયોગ કરીને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરે તો તેને સાઇબર ક્રાઇમ કહી શકાય. જેમાં ઘણા પ્રકારના ગુનાઓ થતા હોય છે. જેની આપણે સમજ મેળવીશું. એક જાગૃત નાગરિક બની આ ક્રાઇમને આગળ વધતો અટકાવીશું.
શું તકેદારી રાખવી
KYC ફ્રોડથી સાવધાન
કોઈ પણ બેન્ક તમને KYC માટે કોલ કરતી નથી. KYC ના થવાને કારણે તમારું એકાઉન્ટ પણ બંધ થશે નહિ. તેથી KYC ના નામે આવતા કોઈ પણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહિ. તેમજ OTP, PIN, TPIN જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે સેર કરશો નહિ.
લોભામણી જાહેરાતોથી બચવું
ઘણીવાર ઓનલાઇન સાઈટમાં સસ્તી વસ્તુઓનું વેચાણ થતું હોય છે. વ્યક્તિ આ સમયે સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકશાન કરી બેસે છે. જયારે તમે કોઈ પણ ખરીદી ઓનલાઇન કરવાનું વિચારી રહ્યા છો ત્યારે ખાસ જે તે વેબસાઈટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ અને ત્યાર પછીજ ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ.
ગુગલ માય બિઝનેસ ફેસિલિટી
આ ફેસીલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે. ગ્રાહકો આ વેબસાઈટમાં સંપર્ક કરે છે ત્યારે સામેની વ્યક્તિને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સમજી બેસે છે. ત્યાર બાદ તેને અનુસરે છે અને રૂપિયા ગુમાવે છે. તેથી આવી ફેક વેબસાઈટથી સાવધાન રહેવાની જરૂરિયાત છે.
મોબાઈલ ઓપરેટર સાથે કમ્યુનિકેશન માટે પાસસવર્ડ જરૂર રાખો
જો તમારા મોબાઈલ ઓપરેટર તમને તમારા કોમ્યુનિકેશન માટે એક અલગ પાસસ્વર્ડ કોર્ડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે તો તે આવશ્ય કરો. જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકશો.
સાઇબર ક્રાઇમથી બચવા શું કરવું
સિમકાર્ડ બદલવું બની શકે છે જોખમી
ધ્યાન રાખો છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ નંબર અને તમારી અન્ય ખાનગી માહિતી મેળવી મોબાઈલ કંપની પાસેથી તમારું સીમકાર્ડ ખોવાય ગયાની ફરિયાદ કરીને નવું સીમકાર્ડ મેળવી લે છે. જેને સિમ સ્વેપિંગ કહેવાય છે. તે પછી તે વ્યક્તિ તમારી તમામ માહિતી એક્સેસ કરી શકે છે.
ક્રેડિટ/ડેબિટ કાર્ડ પાછળનો નંબર શેર કરશો નહિ
દરેક ક્રેડિટ/ડેબિટ કાર્ડ પાછળ ત્રણ આંકડાનો નંબર રહેલો હોય છે. જેને CVV (કાર્ડ વેરિફિકેશન વેલ્યુ) નંબર કહેવાય છે. જેનો ઉપયોગ ઓનલાઇન પેમેન્ટ માટે થતો હોય છે. આ નંબર કોઈને આપવો નહિ અને ફોનમાં પણ કોઈ સાથે શેર કરવો નહિ. જો આ તકેદારી વર્તશો નહિ તો આર્થિક જોખમનો સામનો કરવાનો થશે.
આ મુદ્દાઓને દયાનથી સમજો અને સાવચેતીથી વર્તો તેમજ બીજા લોકોને પણ માહિતગાર કરો. તમારી સાવચેતી અને સમજદારી પૂર્વકનો વ્યવહારજ સાઇબર ક્રાઇમને અટકાવી શકશે. આ પ્રકારની મહત્વપૂર્ણ માહિતી અમે જલ્દીથી જ તમારી સમક્ષ ફરી લાવીશું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cyber attack, Cyber Cell, CYBER CRIME, Cyber scams