BCCI હાલમાં આ નિયમના ટ્રાયલ મોડમાં ચાલી રહ્યું છે અને જો બધુ બરાબર રહ્યું તો ચાહકો IPL 2023માં આ નિયમ જોઈ શકશે. પરંતુ આ નિયમ શું છે અને તે કેવી રીતે કામ કરશે તેને સમજવાનો પ્રયાસ કરીએ…
2023 સુધી થશે IPLમાં લાગૂં
11 ઓક્ટોબરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સબસ્ટિટ્યૂટ પ્લેયર (ઈમ્પેક્ટ પ્લેયર)નો નિયમ સામે આવી શકે છે. બીસીસીઆઈ દ્વારા તમામ રાજ્ય એસોસિએશનોને આ અંગે જાણ કરવામાં આવી છે. જો આ નિયમ અહીં યોગ્ય કામ કરી જાય છે, તો તેને IPL 2023 માં લાગુ કરી શકાય છે.
આ નિયમ શું છે અને તે કેવી રીતે કામ કરશે?
• જ્યારે કેપ્ટન ટોસના સમયે પ્લેઇંગ-11 વિશે માહિતી આપે છે, ત્યારે તેઓએ 4 વધારાના ખેલાડીઓ વિશે માહિતી આપવી પડશે. એટલે કે લગભગ 15 ખેલાડીઓના નામ જણાવવાના રહેશે.
• આ ચારમાંથી કોઈ પણ એક ખેલાડીને મેચ દરમિયાન કોઈપણ એક પ્લેયર થકી બદલી શકાય છે. તે ખેલાડીને જ ઈમ્પેક્ટ પ્લેયર કહેવાય છે.
• ઈમ્પેક્ટ પ્લેયરને ઈનિંગની 14મી ઓવર સુધી મેદાનમાં લાવી શકાય છે. એટલે કે, એક ખેલાડીને બદલવામાં આવશે.
• જો કોઈ ખેલાડીને બહાર મોકલવામાં આવ્યો હોય અને તેની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર લાવવામાં આવ્યો હોય પછી પ્રથમ ખેલાડી આખી મેચમાં પરત ફરી શકશે નહીં.
• ઈમ્પેક્ટ પ્લેયરને ઓવરની વચ્ચે વિકેટ જતા, બ્રેક આવતા અથવા જ્યારે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય ત્યારે લાવી શકાય છે.
• જો મેચ મોડી શરૂ થઈ હોય અથવા કોઈ કારણસર માત્ર 10 ઓવરની મેચ થઈ શકે, તો ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ત્યાં લાગુ થશે નહીં.
• જો ટીમ પહેલા ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરે છે પરંતુ વચ્ચે મેચના ઓવર ઘટાડી દેવામાં આવે છે, તો બીજી ટીમને પણ ઈમ્પેક્ટ પ્લેયર લાવવાની તક મળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર