which zodiac sign should not wear diamond read its side effects


Diamond Ring: ડાયમંડની સુંદરતા અને ચમકથી દુનિયાભરમાં પ્રખ્યાત હીરો કે ડાયમંડ ખૂબ જ કીમતી રત્ન છે. તે જ્યોતિષ શાસત્ર્માં પણ હીરો પહેરવાનાં ઘણાં લાભ જણાવવામાં આવ્યાં છે. માનવામાં આવે છે કે, ડાયમંડનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખ-સુવિધાઓ, વૈવાહિક સુખ, અને વિલાસિતાનો કારક માનવામાં આવે છે. એવામાં જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહ કમજોર હોય છે તેમણે હાથમાં હીરો ધારણ કરવાની સલાહ આપવામાં આવી છે. માનવામાં આવે છે કે, શુક્ર ગ્રહનાં શુભ પ્રભાવથી વ્યક્તિનાં જીવનમાં સુખ- સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ, મિથુન, તુલા, કન્યા અને મકર રાશિના લોકો યોગ્ય રીતે હીરા પહેરી શકે છે. હીરા રત્ન ધારણ કરવાથી આ રાશિના લોકોને વેપાર, સ્વાસ્થ્ય અને દાંપત્ય જીવન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. તમે તેને જ્યોતિષની સલાહ સાથે પ્લેટિનમ અને ચાંદીની વીંટીમાં શુક્રવારે પહેરી શકો છો.

આ પણ વાંચો- 59 વર્ષ બાદ 5 રાજયોગનો અદ્ભુત સંયોગ, આ રાશિને મળશે છપરફાડ પૈસા

જો કે હીરાની ચમક દરેકને તેની તરફ આકર્ષિત કરે છે, પરંતુ તે દરેક રાશિ માટે શુભ નથી. તો ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈ રાશિના લોકોએ હીરા ન પહેરવા જોઈએ.

આ પણ વાંચો- 2022નાં અંત સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, વધશે આવક મળશે સફળતા

આ રાશિના જાતકોએ હીરા ન પહેરવા જોઈએ -

જ્યોતિષીઓના મતે, હીરા કેટલીક રાશિઓને અનુકૂળ નથી. જેમાં મેષ, ધનુ, સિંહ, મીન અને વૃશ્ચિક રાશિના લોકો સામેલ છે.

Published by:Margi Pandya

First published:

Tags: Astrology, Diamonds



Source link

Leave a Comment