રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયન પરંપરામાં જન્મદિવસ પહેલા આગોતરી શુભેચ્છાઓ આપવામાં આવતી નથી. તેથી આ સમયે હું તમને અભિનંદન નથી આપી રહ્યો, પરંતુ મારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે અને રહેશે. હું ઈચ્છું છું કે તમારા નેતૃત્વમાં ભારત સમૃદ્ધ અને સુખી રહે.
#WATCH | My dear friend, tomorrow you are about to celebrate your birthday…,says Russian President Vladimir Putin to PM Modi ahead of his birthday
(Source: DD) pic.twitter.com/93JWy2H43S
— ANI (@ANI) September 16, 2022
પુતિને કહ્યું કે તમે જાણો છો કે હું હંમેશા ભારત જેવા મિત્ર દેશ માટે વિકાસ અને પ્રગતિ ઈચ્છું છું. ભારત અને રશિયા વચ્ચે હંમેશા મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે અને તેઓ આત્મવિશ્વાસ સાથે વિકસ્યા છે અને વિકસિત થયા છે. અમે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ઘણા મુદ્દાઓ પર હંમેશા એકબીજાની સાથે છીએ.
આ પણ વાંચો- પીએમ મોદીએ પુતિનને કહ્યું- ‘આ યુદ્ધનો સમય નથી’, જાણો શું જવાબ મળ્યો?
પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે સમરકંદમાં દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન પીએમ મોદીએ ભારત અને રશિયાના સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને બંને દેશોને એકબીજા માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને રશિયા સાથે મળીને કામ કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન બંનેનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે બંને દેશોના સહકારના કારણે અમે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા છીએ. આ માટે હું બંને દેશોનો આભારી છું.
આ પણ વાંચો- પ્રેમ સંબંધનો કરુણ અંજામ, બહેનના પ્રેમીની હત્યા કરી લાશ દાટી દીધી
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. જેમાં પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ વિશે કહ્યું કે, આ યુદ્ધનો સમય નથી. શાંતિના માર્ગો શોધવા જરૂરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કં, હું યુક્રેનમાં સંઘર્ષ પર તમારી સ્થિતિ અને તમારી ચિંતાઓથી પણ વાકેફ છું. અમે ઇચ્છીએ છીએ કે આ બધું શક્ય હોય તેટલું વહેલું સમાપ્ત થાય. અમે ત્યાં શું થઈ રહ્યું છે તેની જાણકારી રાખીશું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Narendra Modi birthday, Narendra modi government, Russia, Vladimir putin