પોલીસે આઈપીસીની કલમ 306 હેઠળ પતિ અને સાસુ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, મહિલાને શ્વાસની તકલીફ હતી અને ડોક્ટરે તેને કૂતરાથી દૂર રહેવાની સલાહ આપી હતી. મહિલાએ તેના પતિ અને સાસુને વારંવાર કૂતરાને હટાવવા માટે વિનંતી કરી હતી પરંતુ કૂતરાને ઘરમાંથી હટાવવામાં આવ્યો ન હતો. જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતા.
મહિલાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી
દિવ્યાના પિતા એમકે રમણે શંકાસ્પદ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે દિવ્યા અને શ્રીનિવાસના લગ્ન વર્ષ 2008માં થયા હતા. દિવ્યાના પિતાએ જણાવ્યું કે, તાજેતરમાં જ એક ડોક્ટરે તેને કૂતરાથી દૂર રહેવા કહ્યું હતું કારણ કે જો તે તેમના સંપર્કમાં આવશે તો તેની તબિયત સુધરશે નહીં.
આ પણ વાંચો- ચીનની ગગનચુંબી ઈમારતમાં ભીષણ આગ, વિકરાળ આગનો વીડિયો આવ્યો સામે
રમણે પોલીસમાં ફરિયાદ કરી છે કે, તેની પુત્રીએ તેના પતિ અને તેના માતા-પિતાને આ અંગે જણાવ્યું હતું. તેમને વિનંતી કરવામાં આવી હતી કે તે તેમનો પાલતુ કૂતરો અન્ય કોઈને આપી દેવામાં આવે. પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેમનો પાલતુ કૂતરો તેના સ્વાસ્થ્યને અસર કરશે નહીં અને દલીલ કરી હતી કે તેને રખડતા કૂતરાથી એલર્જી છે.
પોલીસને કોઈ મૃત્યુ નોંધ મળી નથી
રમણે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, “મારી પુત્રીએ તેને કહ્યું હતું કે જો તેઓ તેમના પાલતુ કૂતરાને ઘરમાં રાખશે તો તે પોતાને અને બાળકી બંનેને મારી નાખશે, પરંતુ તેમણે યોગ્ય પગલા ન ભરતા કહ્યું કે જો તે મરી જશે તો અમને કોઈ વાંધો નથી. તેમના કૂતરાને દૂર કરશે નહીં.”
આ પણ વાંચો- આ ખેલાડીને T20 World Cup માટે લાયક ન ગણ્યો, હવે ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપી!
પોલીસે જણાવ્યું કે દિવ્યા અને તેની પુત્રી સોમવારે સવારે 7.30 વાગ્યા સુધી તેમના રૂમમાંથી બહાર આવ્યા ન હતા. મૃતકના પતિને તેણી પંખાથી લટકેલી હાલતમાં મળી આવી હતી. એક અધિકારીએ કહ્યું, “અમને ત્યાંથી કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. અમે રમણની ફરિયાદના આધારે શકમંદો સામે કેસ નોંધ્યો છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bengaluru, Karnatka News