આ કેસની સુનાવણી વિશેષ અદાલત રાજેશ જામરા અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ ભોપાલની કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે બંને આરોપી સોનમ અને શિવમને આજીવન કેદની સજા ફટકારી હતી.
Table of Contents
સોશિયલ મીડિયા પર વીડિયો થયો હતો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલા સેન્ડ ઘાટ પર વીઆઈપી રોડ પર આવેલા તળાવમાં ડૂબીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ડાઇવર્સે તેને રોકી હતી. આ વીડિયો અંગે પોલીસના જાણ થઈ હતી. મહિલાની ઓળખ સોનમ તરીકે થઈ હતી. જ્યારે ડાઇવર્સે સોનમને પૂછ્યું તો તેણે કહ્યું કે તેનો પતિ સાથે ઝઘડો થયો છે, તેથી તે આવું પગલું ભરી રહી છે. સોનમનો બોયફ્રેન્ડ શિવમ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ડાઇવર્સે તેને પોતાના પતિ તરીકે ઓળખ આપી હતી. ત્યારબાદ તેમને ત્યાંથી જવા દેવાયા હતા. પોલીસને શંકા હતી કે, બાળકીને તળાવમાં ફેંકી દીધા બાદ બંને વચ્ચે ઝઘડો થયો હશે અને સોનમ આત્મહત્યા કરવા માટે મોટા તળાવ સુધી પહોંચી ગઈ હશે.
આ પણ વાંચો: અહીં સુહાગરાતના દિવસે પતિ-પત્ની સાથે રૂમમાં સૂઇ જાય છે દીકરીની માતા!
મહિલા પોતાના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી
પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને માત્ર 17 દિવસમાં જ હત્યારા પ્રેમી યુગલ સામે ભોપાલ જિલ્લા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકીનું શરીર પર ઇજા અને પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં જાણવા મળ્યું કે, આરોપી મહિલા પોતાના બોયફ્રેન્ડને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી તે પોતાના પતિને છોડીને અચાનક બાળકીને લઈને ભોપાલ આવી ગઈ હતી. બાળકીને રસ્તામાંથી હટાવવા માટે આરોપીઓએ ભેગા મળીને બાળકીની હત્યા કરીને તેને તળાવમાં ફેંકી દીધી હતી.
આ પણ વાંચો: Video: માતાએ ફોન છીનવ્યો તો પુત્રએ નારાજ થઈને ઘરમાં મચાવી તબાહી
પોલીસે 255 પાનાની ચાર્જશીટ રજૂ કરી
17 દિવસમાં જ પોલીસે આ સમગ્ર કેસની તપાસ પૂરી કરી હતી અને 255 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી. આટલી ઝડપથી તપાસ કર્યા બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હોય તેવો આ વર્ષનો પ્રથમ કિસ્સો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Love, Madhya pradesh, અફેર