જામનગરમાં મહિલા ITIમાં કોમ્પ્યુટર ઓપરેટર, ફેશન ડિઝાઇન, મેકઅપ સહીત મહિલાઓ માટેના અનેક કોર્ષ શીખવવામાં આવી રહ્યા છે. તેમાં છેલ્લા ત્રણ વર્ષથી થ્રીડી પેઇન્ટિંગનો કોર્ષ શરુ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં એક માત્ર જામનગરમાં થ્રીડી પેઇન્ટિંગનો કોર્ષ થાય છે. અને ગુજરાતમાં માત્ર ચાર મહિલા ITI અમદાવાદ, પાદરા, વલસાડ અને જામનગરમાં થ્રીડી પેઇન્ટિંગ્સ શીખવવામાં આવે છે. ધીમે ધીમે હવે લોકો થ્રીડી પેઇન્ટિંગ્સ તરફ વળ્યાં છે અને તેની ડિમાન્ડ પણ વધવા લાગી છે. થ્રીડી પેઇન્ટિંગ્સનો એક વર્ષનો કોર્ષ છે જે મફત છે.
મહિને લાખો રૂપિયાની કરી શકો છો કમાણી
છેલ્લા 10 વર્ષથી થ્રીડી પેઇન્ટિંગ્સની શરૂઆત થઇ છે, થ્રીડી પેઇન્ટિંગ્સ એટલે કોમ્પ્યુટરની મદદથી અવનવી ડિઝાઇન તૈયાર કરી વસ્તુઓ તૈયાર કરવી, થ્રીડી પેઇન્ટિંગ્સની ડિમાન્ડ ડિફેન્સ, ડેન્ટલ વિભાગ, ગિફ્ટ શોપ્સ, શો પીસ અને ઇન્ડસ્ટ્રીઅલ ક્ષેત્રમાં ખુબ જ છે. જે કામ CNC, ANC જેવા મોટા મોટા મશીન કરે છે એ કામ થ્રીડી પેન્ટિંગ સરળતાથી અને ઓછા ખર્ચે કરી શકે છે, ઇન્ડસ્ટ્રીઅલમાં એક ટૂલની ડિઝાઇન તૈયાર કરવામાં 5થી 10 હજારનો ખર્ચ થાય છે એજ ટૂલ થ્રીડી પેઇન્ટિંગ્સથી માત્ર એક હજાર રૂપિયાની અંદર તૈયાર થઇ શકે છે. આ સિવાય ડેન્ટલ વિભાગમાં દાંતનાં ચોખટા તૈયાર કરવામાં થ્રીડી પેઇન્ટિંગ્સ કામ આવે છે. વિવિધ શો પીસની વસ્તુ બનાવવા હાલ થ્રીડી પેઇન્ટિંગ્સ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. લોકો થ્રીડી નામ લખવાં માટે પણ થ્રીડી પેઇન્ટિંગ્સની બોલબાલા છે.
આજે મહિલાઓ પોતાનો વ્યવસાય શરુ કરી સારી કમાણી કરી રહી છે, તેના માટે થ્રીડી પેઇન્ટિંગ્સનાં ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. તો વિવિધ કંપનીઓ પણ થ્રીડી પેઇન્ટિંગ્સનાં જાણકાર વ્યક્તિઓને સારા પગારથી નોકરી પર રાખી રહ્યા છે. બીજું થ્રીડી પેઇન્ટિંગ્સ વ્યવસાય શરુ કરવા માટે વધુ રોકાણની પણ જરૂર રહેતી નથી, આ વ્યવસાયમાં વ્યક્તિ પોતાની આવડત પરથી મહિને લાખો રૂપિયાની કમાણી સરળતાથી મેળવી શકે છે.
તમારા શહેરમાંથી (જામનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર