અમદાવાદ : સામાન્ય રીતે સાતમ આઠમમાં દરમિયાન જુગાર રમવાનો ક્રેઝ જોવા મળતો હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. એટલું જ નહીં હવે તો મહિલા ઓ પણ જુગાર રમી રહી હોય તેમ અનેક જગ્યાએ પોલીસે રેડ કરી જુગાર રમતી મહિલાઓએ ઝડપી લીધી છે. ત્યારે શહેરના કૃષનગર વિસ્તારમાંથી મકાનનાં ધાબા પર જુગાર રમતી નવ મહિલાઓને પોલીસે ઝડપી લીધી છે.
કૃષ્ણનગર પોલીસ પેટ્રોલિંંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે વિભાગ 1ના મકાન નંબર ઇ 520માં મહિલાઓ ખુલ્લામાં ધાબા પર ગંજીપાના તેમજ પૈસા વડે હાલ જીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ગીરીવૃંદ સોસાયટીમાં આવેલા મકાનમાં ધાબા પર જુગાર રમતી 9 મહિલાઓને ઝડપી લીધી હતી.
જોકે, મહત્વની બાબત તો એ છે કે, આ તમામ મહિલાઓ ધાબા પર જુગાર રમી રહ્યા હતા. પરંતુ પોલીસને બાતમી મળતા જ પોલીસે રેડ કરીને મહિલાઓને ઝડપી લીધી છે. આ મહિલા ઓ કેટલા સમયથી અહીં જુગાર રમતાં હતાં. અને જુગાર કોણ રમાડતું આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ સિવાય પણ અગાઉ અનેક જગ્યા એ મહિલા ઓને જુગાર રમતા પોલીસે પકડી પાડેલ છે.