કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છે
આ હાટ વર્ષના બારેમાસ ધમધમતુ રહે છે. સ્થાનિક તેમજ આંતરાષ્ટ્રીય પર્યટકો, સહેલાણીઓ વગેરે માટે આ સ્થળ અચૂક મુલાકાતનું કેન્દ્ર બની રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. આ હાટમાં સમગ્ર દેશની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ કરાવતા કસબીઓ દ્વારા ઉત્પાદિત કલાકૃતિઓ તથા કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છે.
1. શર્મિષ્ઠા પટેલ
તેમના ત્યાં નવરાત્રિ માટે ખાસ ચણિયાચોળી, ડિઝાઈનર બ્લાઉઝ, દુપટ્ટા, કુર્તી મટિરીયલ વગેરે જોવા મળે છે. તે પોતે જાતે જ ડિઝાઈનો તૈયાર કરીને વેચે છે.
2. હિના ખૂંઢિયા
તેઓ અંજારના વતની છે. તેમના ત્યાં કચ્છી વર્ક, સાદું ભરત, કાઠિયાવાડી ભરત વગેરે જોવા મળે છે. જેમાં ઘાઘરા, બ્લાઉઝ તથા કચ્છી પેચવર્કનો સમાવેશ થાય છે. આ કચ્છી ભરતકામની ખાસિયત એ છે કે તેને સ્કર્ટ, કુર્તી તથા કોટિ વગેરે બનાવીને પહેરી પણ શકાય છે.
3. મગનભાઈ ભુવા
તેમની પાસે કચ્છી વર્ક, ભરતકામ, એમ્બ્રોડરી કરેલી ડિઝાઈનો જોવા મળે છે. જેમાં કુર્તી, કટપીસ, દુપટ્ટા, ગાઉન, ટોપ વગેરે જોવા મળે છે.
ખંભાતના અકીક, કચ્છી મોજડી-ચંપલ, અંજારના સૂડી-ચપ્પા વગેરે જોવા મળે છે
આ મેળામાં પટોળા સાડી, કચ્છ અને જામનગરની બાંધણી, હસ્તકલાની ચીજવસ્તુઓ જેવી કે પેચવર્ક, મોતીકામ, ચણીયાચોળી મળે છે. આ સાથે ઓક્સીડાઈઝ તેમજ મોતીકામના ઘરેણાં, ખંભાતના અકીકની માળા-વીંટી, કચ્છી મોજડી-ચંપલ, અંજારના સૂડી-ચપ્પા, સંખેડાના સોફાસેટ, નકશીકામના હિંડોળા, માટીકામની ઘર સુશોભનની કલાકૃતિઓ પણ જોવા મળે છે.
આ એક્ઝિબિશનનો હેતુ વચેટીયાઓ દુર કરી કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે. જેમાં આ વખતે 100 થી પણ વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.
સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad Navratri, Ahmedabad news, Navratri 2022, Navratri celebration