શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા મહેશભાઈ આસવાની કપડાની દુકાન ધરાવી વેપાર કરે છે. એકાદ મહિના પહેલા તેઓએ એક અખબારમાં જાહેરાત જોઈ હતી. જે જાહેરાતમાં કેનેડા, યુકે, અમેરિકા જવા માટે વર્ક પરમિટ વિઝા અપાવવાની વાત હતી. જેમાં એક મોબાઈલ નંબર આપ્યો હતો. જે મોબાઈલ નંબર ઉપર તેઓએ ફોન કરતા સામેથી તેઓએ સ્વામિનારાયણ સંસ્થા તરફથી લોકોને કેનેડા મોકલતા હોવાની અને નોકરી અપાવવાની વાત કરી હતી. બાદમાં whatsapp પર પાસપોર્ટ મોકલવાની અને તેના બેઝ ઉપર તમારું સિલેક્શન થશે તેવી વાત કરી હતી.
પીએમ મોદી પાંચ દિવસ તો અમિત શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે
જેથી મહેશભાઈએ પાસપોર્ટ મોકલી આપી પોતાનું વિઝિટીંગ કાર્ડ પણ મોકલી આપ્યું હતું. બાદમાં બે ત્રણ દિવસ રહીને મહેશભાઈને ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, કુલ 35 લોકોનું સિલેક્શન થયું છે. એમાં તમારું પણ સિલેક્શન થયું છે. બે દિવસ પછી ફોન આવતા કહ્યું કે, વર્ક પરમિટ વિઝા માટે એમ્બેસીમાં 16થી 17 લાખ બેલેન્સ બતાવવું પડશે. મહેશભાઈએ આટલું બેલેન્સ ન હોવાનું કહેતા આ શખ્સો એ તમામ ઉપરનું બેલેન્સ અમે બતાવીશું અને કામ કરીશું જે માટે તમારે એક નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવું પડશે. તેમ કહેતા મહેશભાઈએ નવુ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું.
વાપી: આગના બે દિવસ બાદ કાટમાળમાંથી મળ્યા ત્રણ કામદારોના મૃતદેહ
બાદમાં જુના બેંક એકાઉન્ટનું આ શખ્સોએ સ્ટેટમેન્ટ મંગાવ્યું હતું. જેમાં 4,40,000 જેટલું બેલેન્સ હતું. બાદમાં આ ગઠિયાઓએ એક ચેકનો ફોટો પાડી whatsapp પર મોકલવાનું કહ્યું હતું અને ડેબિટ કાર્ડનો આગળ પાછળનો ફોટો પણ મંગાવ્યો હતો.
બાદમાં તમારા ખાતામાં પૈસા આવશે તેવો ફોન પણ મહેશભાઈને આવ્યો હતો. આ બધી પ્રોસેસ બાદ અચાનક જ નવા ખાતામાંથી ચાર લાખ રૂપિયા ક્રેડિટ થયા હતા અને થોડીવાર પછી 3,90,000 અન્ય બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આમ કુલ 4.34 લાખ રૂપિયા મહેશભાઈની જાણ બહાર અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ જતા તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા મહેશભાઈએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર